Video: પીએમ મોદીની ગાંધીનગરની મહત્વની મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. અમદાવાદ એરપોર્ટથી વડાપ્રધાન મોદી બાય રોડ ગાંધીનગર સ્થિત લોકભવન પહોંચ્યા હતા. લોકભવન પહોંચતા તેમની સુરક્ષાને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લોકભવન ખાતે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ડિનર બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના તમામ મંત્રીઓ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનની આ ડિનર બેઠકને લઈને ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.
જાહેરાત








