Video: દીકરીઓના ભાગીને લગ્નના વધતા કિસ્સાઓને લઈ ચિંતા

સરદાર પટેલ સેવાદળ દ્વારા સમાજમાં દીકરીઓના ભાગીને લગ્નના વધતા કિસ્સાઓને લઈ ચિંતા વ્યક્ત કરાઈ છે. આવા પગલાથી માતા-પિતાને પડતી માનસિક, સામાજિક અને કાયદાકીય મુશ્કેલીઓ અંગે જાગૃતિ લાવવા એસપીજી ગ્રુપે પ્રયાસ હાથ ધર્યો છે.. જરૂરી કાયદાકીય સુધારાઓની માંગ સાથે પાટણના ચાણસ્મા તાલુકાના જાખાણા ખાતે આવેલી ઉમિયાવાડીમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં SPG અધ્યક્ષ લાલજી પટેલ સહિત સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મોટી સંખ્યામાં સમાજબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન લગ્ન નોંધણી કાયદામાં જરૂરી સુધારા, માતા-પિતાના કાયદેસરના હકોનું રક્ષણ, મૈત્રી કરાર સંબંધિત કાયદાકીય જોગવાઈઓ તથા આવી પરિસ્થિતિમાં જવાબદારી નક્કી કરતી વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. લાલજી પટેલે કહ્યુ કે આ અભિયાનનો હેતુ કોઈની વ્યક્તિગત સ્વતંત્રતાનો વિરોધ કરવાનો નથી, પરંતુ માતા-પિતાના હકોનું રક્ષણ થાય, કાયદાકીય પ્રક્રિયામાં પારદર્શિતા આવે અને કોઈ પરિવાર અન્યાયનો ભોગ ન બને તે માટે ન્યાયસંગત વ્યવસ્થાની માંગણી કરવાનો છે.







