Video: બિરસા મુંડા જયંતી: કવાંટમાં રાજકીય ગરમાવો, આપ નેતા રાધિકા રાઠવાનો આક્ષેપ, ચૈતર વસાવાને ન્યાય કેમ નથી મળતો..?

છોટાઉદેપુરના કવાંટમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણી શ્રદ્ધાભેર કરવામાં આવી હતી, પરંતુ આ અવસર પર રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા અને તાલુકા પંચાયતના સભ્યોએ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. રાધિકા રાઠવાએ આક્ષેપ કર્યો હતો કે વર્ષો બાદ ભાજપને આદિવાસી સમાજ યાદ આવ્યો છે અને ભગવાન બિરસા મુંડાના નામે રાજકારણ કરવામાં આવી રહ્યું છે. વધુમાં તેમણે ચૈતર વસાવાનો મુદ્દો ઉઠાવતા ચૈતર વસાવાને ન્યાય કેમ નથી મળતો..તેવો સવાલ કર્યો છે..
જાહેરાત







