ભાજપના પેજ પ્રમુખ સામે કોંગ્રેસ ઉતારશે 'વોટ રક્ષક', ચૂંટણી પહેલાં એક્શન મોડમાં કોંગ્રેસ

ભાજપના પેજ પ્રમુખ સામે કોંગ્રેસ ઉતારશે 'વોટ રક્ષક', ચૂંટણી પહેલાં એક્શન મોડમાં કોંગ્રેસ
તસવીર: Dhaval barot
આ સમાચાર સાંભળો

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશ કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલા સહિતના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં PACની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસે આ વખતે ચૂંટણીમાં બુથ મેનેજમેન્ટને સૌથી વધુ પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને મતદાર યાદી અને વોટ ચોરીના મુદ્દે કોંગ્રેસ 'વોટ રક્ષક' તૈયાર કરશે.

જાહેરાત

કોંગ્રેસની યોજના મુજબ મતદાર યાદીના એક-એક પેજ દીઠ એક વોટ રક્ષકની નિમણૂક કરવામાં આવશે. એટલે કે દરેક પેજ પર કોંગ્રેસનો એક વોટ રક્ષક રહેશે, જે મતદારો સુધી પહોંચશે અને મતદાન પ્રક્રિયા પર નજર રાખશે.

ભાજપના પેજ પ્રમુખની સામે કોંગ્રેસ પણ પોતાના વોટ રક્ષકનું નેટવર્ક ઊભું કરશે. આ વ્યવસ્થા દ્વારા બુથ મેનેજમેન્ટને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ ઉપરાંત જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જનતાના સ્થાનિક અને મહત્વના મુદ્દાઓને લઈને કોંગ્રેસ પદયાત્રા, ટ્રેક્ટર યાત્રા સહિતના કાર્યક્રમો જાહેર કરશે.

આમ, વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે સંગઠન મજબૂત કરવા અને બુથ સ્તરે પહોંચ વધારવા અત્યારથી જ રણનીતિ ઘડવાનું શરૂ કર્યું છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસનું 'વોટ રક્ષક' મોડેલ આગામી ચૂંટણીમાં

કેટલું અસરકારક સાબિત થાય છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત