Video: સોનિયા ગાંધીની પુસ્તકનું વિમોચન કાર્યક્રમમાં ભાજપના નેતા કેપ્ટન અમરિંદર સિહે હાજરી આપી સૌને ચોંકાવ્યા

કોંગ્રેસ સંસદીય દળનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાની આત્મકથા ‘બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ’નું વિમોચન કર્યું હતું. દિલ્હીના આઈટીસી મૌર્યામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ અને ટીએમસીના અભિષેક બેનર્જી સહિત ઈન્ડિયા ગઠબંધનના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ વાત એ રહી કે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા કેપ્ટન અમરિંદર સિંહ પણ પ્રથમ હરોળમાં જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેઓ સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા છે અને સોનિયા ગાંધી અગાઉ તેમની ત્રણ પુસ્તક વિમોચનના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં પ્રથમ હરોળમાં ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ જ્યારે બીજી હરોળમાં કોંગ્રેસના મુખ્યમંત્રીઓ જોવા મળ્યા હતા.
જાહેરાત












