ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ બંને દેશ માટે ખતરો; ભાજપના મંત્રીના નિવેદનથી બંગાળમાં ભારે હોબાળો

પશ્ચિમ બંગાળમાં, નાતાલના તહેવારની પૂર્વસંધ્યાએ, મિશનરી શાળાઓમાં કથિત ધર્માંતરણના મુદ્દે રાજકીય નિવેદનબાજી તેજ બની છે. રાજ્ય ભાજપ અધ્યક્ષ શામિક ભટ્ટાચાર્ય દ્વારા મિશનરી શાળાઓ બંધ કરી દેવાની ચેતવણી આપવામાં આવ્યા બાદ, રાજ્યના મંત્રી અર્જુન સિંહે પણ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે ખ્રિસ્તી અને ઇસ્લામ - બંને ધર્મોને દેશ માટે ખતરો ગણાવ્યા છે. મંગળવારે આપેલા એક નિવેદનમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે ગરીબ હિન્દુઓને પૈસાની લાલચ આપીને અન્ય ધર્મોમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યા છે.
જાહેરાત












