Video: અમદાવાદના ચંડોળા તળાવ ડિમોલેશનના વિસ્થાપિતોને મકાન ન મળતા કોંગ્રેસનો અનોખો વિરોધ: ગોદડા લઈને કચેરીએ પહોંચ્યા

સોર્સ: gstv

વિસ્થાપિતોને ન્યાય અપાવવા માટે સ્થાનિક કોર્પોરેટર સેહઝાદ ખાન પઠાણની આગેવાની હેઠળ અસરગ્રસ્તો ગોદડા લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોન કચેરીમાં પહોંચ્યા હતા. વિસ્થાપિતો સીધા જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ઓફિસ બહાર ગોદડા પાથરીને બેસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. વિસ્થાપિતોનું આક્ષેપ છે કે ડિમોલેશન બાદ દોઢ વર્ષ વીતવા છતાં તેમને વૈકલ્પિક આવાસની ફાળવણી કરવામાં આવી નથી, જેના કારણે ગરીબ પરિવારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તંત્ર વહેલી તકે આ મામલે યોગ્ય ઉકેલ લાવે તેવી ઉગ્ર માંગ કરાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત