Video: ભરૂચના દેરોલ નજીક બસ-ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે મુસાફરના મોત, 35થી વધુ ઇજાગ્રસ્ત

સોર્સ: gstv

ભરૂચના દેરોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે ધોરાજીથી સુરત લગ્નપ્રસંગમાં જઈ રહેલી લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં 2 મુસાફરોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે નાના બાળકો સહિત 30 થી 35 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા જ 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોની સંખ્યા વધુ હોવાથી 7થી 8 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત