Video: નસવાડીના બરોલી ગામે બે લાખના નાળાના કામમાં ગેરરીતિના આક્ષેપ, સરપંચ-તલાટી સામે તપાસની માંગ

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના બરોલી ગામે ગ્રામ પંચાયતના વિકાસ કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ 15મા નાણાપંચની વર્ષ 2025-26ની ગ્રાન્ટમાંથી બે લાખ રૂપિયાના ખર્ચે નવું નાળું બનાવવાને બદલે જૂના નાળા પર જ પ્લાસ્ટર અને કોંક્રિટ કરી નવું કામ દર્શાવવામાં આવ્યું છે. કામ પૂર્ણ થયાના માત્ર બે મહિનામાં જ નાળામાં મોટી તિરાડો પડતાં કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. આ સમગ્ર મામલે સરપંચ અને તલાટી-કમ-મંત્રીની મિલીભગતથી સરકારી નાણાંનો દુરુપયોગ થયો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. નાળાના કામનું ટેકનિકલ નિરીક્ષણ કરી એસ્ટિમેટ, માપપોથી અને બિલોની તપાસ કરવાની સાથે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જોકે, સામે પક્ષે આક્ષેપો ખોટા હોવાનું જણાવી નાળાનું કામ સરકારી નિયમો મુજબ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જાહેરાત















