Video: ગીરનારની ગોદમાં લીલી પરિક્રમાનો પ્રારંભ

જૂનાગઢમાં લીલી પરિક્રમાનો પ્રારંભ થતા જ લાખોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા છે. આગામી ચાર દિવસમાં લાખો ભાવિકો પરિક્રમા કરશે. વિધિવત રીતે આજે મધ્ય રાત્રિથી પરિક્રમા શરૂ થવાની હતી, પરંતુ અંદાજિત 15 કલાક વહેલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે. યાત્રિકોની ભીડ વધતા વહીવટી તંત્ર, ફોરેસ્ટ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ છે. જેમાં ઈટવા ગેટ ખોલી ભાવિકોને એન્ટ્રી આપવામાં આવી હતી અને ત્યારબાદ 'જય ગિરનારી'ના નાદ સાથે યાત્રિકોએ ઉત્સાહભેર પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો..પ્રકૃતિના ખોળે અને ગિરનારના સાંનિધ્યમાં પરિક્રમા કરવાનો આનંદ જ કંઈક અનેરો છે.
જાહેરાત












