Video: પાટણમાં FDCAનું ઓપરેશન હેલ્થ: 26 હોટેલ-રેસ્ટોરન્ટની તપાસ, ચાર હોટેલને ફટકારી નોટિસ

સોર્સ: gstv

પાટણ જિલ્લામાં 'ઓપરેશન હેલ્થ' અંતર્ગત FDCA દ્વારા ખાદ્યપદાર્થોની ગુણવત્તા ચકાસવા વિશેષ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સિદ્ધપુરથી પાલનપુર હાઈવે પર આવેલી 26 હોટેલ, રેસ્ટોરન્ટ અને પાર્લરમાં તપાસ કરવામાં આવી હતી. જ્યારે રાધનપુરમાં પાંચ ડિસ્ટ્રિબ્યુટર અને રિટેલર પેઢીઓ તેમજ આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના ત્રણ ઉત્પાદન એકમોનું ચેકિંગ કરાયું હતું. તપાસ દરમિયાન રેકોર્ડમાં ખામી અને અસ્વચ્છતા જણાતાં ચાર હોટેલ સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે. આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત દર્શાવવા હોટેલ સંચાલકોને સૂચના આપવામાં આવી છે. સાથે જ ગ્રાહકોને ખાદ્યપદાર્થો ખરીદતા પહેલાં લેબલ વાંચવાની અપીલ કરાઈ છે, FDCAની કાર્યવાહીથી હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં દોડધામ મચી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત