Video: પાટણમાં રોટલીયા હનુમાન વિસ્તારમાં બાઈક પર આવેલા બે બુકાનીધારીઓએ કર્યું ફાયરિંગ

સોર્સ: gstv

પાટણ શહેરના રોટલીયા હનુમાન વિસ્તાર નજીક ફાયરિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બાઈક પર સવાર થઈ આવેલા બે અજાણ્યા બુકાનીધારીઓએ ફાયરિંગ કર્યું હોવાના દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા શખ્સોએ વામૈયા ગામના દલપુજી પર ફાયરિંગ કર્યું હતું. ઘટનાસ્થળે આશરે છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અલગ અલગ સીસીટીવી ફૂટેજના આધારે ફાયરિંગ કરનારા શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત