Video: સરખેજ-બાવળા હાઈવે પર અકસ્માત

અમદાવાદના સરખેજ-બાવળા હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો છે. સાઈડમાં પાર્ક કરેલા આઇશર ટ્રક પાછળ હ્યુન્ડાઈ i10 કાર ધડાકાભેર ઘૂસી જતાં કારમાં સવાર ચાર લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. આ દુર્ઘટનામાં રમેશ કાળીદાસ બારૈયા નામના યુવકનું ઘટનાસ્થળે મોત થયું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતક રમેશ બારૈયા મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાના ભોજા ગામના રહેવાસી હતા. ચારેય લોકો બાવળાથી સાણંદ-ચાંગોદર તરફ આવી રહ્યા હતા અને ચાંગોદર પેટ્રોલ પંપ પર નોકરી કરતા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાણંદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ચાંગોદર પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત
















