Video: મોરબી-નવલખી હાઈવે પર બરવાળા પાસે CNG રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત, 2 યુવકોના મોત થયા

મોરબી-નવલખી હાઈવે પર બરવાળા નજીક CNG રિક્ષા અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં બાઈક સવાર સંજય ભીખા ડારા અને હાર્દિક રાઠોડનું મોત થયું હતું, જે બંને ખેવારિયાના રહેવાસી હતા. રિક્ષાચાલક સાગર દંતેસરિયાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો, ત્યારે મોરબી તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાહેરાત
















