Video: ગોધરામાં લાયસન્સ વગર ધમધમતું દર્શન કેફે ફૂડ વિભાગે બંધ કરાવ્યું

પંચમહાલના ગોધરા શહેરના બામરોલી રોડ પર લાયસન્સ વગર ધમધમતું દર્શન કેફે ઝડપાયું છે. ફૂડ વિભાગની ટીમે કેફેમાં તપાસ હાથ ધરતા સંચાલકો પાસે જરૂરી લાયસન્સ સહિતના દસ્તાવેજોનો અભાવ સામે આવ્યો હતો. જેને પગલે વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી કેફે બંધ કરાવ્યું હતું. દિવાળી બાદ ફૂડ વિભાગ દ્વારા કેફે અને રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. લાયસન્સ વગર ખાદ્ય વ્યવસાય ચલાવતા સંચાલકોમાં ફૂડ વિભાગની કાર્યવાહીથી ફફડાટ ફેલાયો છે. જોકે, ગોધરા શહેરમાં હજુ કેટલાં કેફે અને રેસ્ટોરન્ટ જરૂરી લાયસન્સ વગર ચાલી રહ્યાં છે અને અત્યાર સુધી આવા વ્યવસાય સામે તપાસ કેમ ન થઈ તેવા સવાલો પણ ઊભા થયા છે.
જાહેરાત














