Video: ઉપલેટામાં છ મહિનામાં જ રોડ બેસી જતાં કોંગ્રેસનો ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે અનોખો વિરોધ

સોર્સ: gstv

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નવો ડામર રોડ માત્ર છથી આઠ મહિનામાં જ બેસી જતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. બસ સ્ટેન્ડ ચોકથી કોલકી રોડ તરફ જતા સર્કિટ હાઉસથી અયોધ્યા હાઈટ્સ સુધીના માર્ગ પર ઠેરઠેર મોટા ખાડા પડી ગયા છે. લાખો-કરોડોના ખર્ચે બનેલા આ રોડની હાલત સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે. ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ નંબર 8ના સભ્ય લખમણભાઈ ભોપાળા તેમજ વોર્ડ નંબર 3ના સભ્ય ચંદ્રપાલસિંહ જાડેજાએ ખાડાઓ ફરતે સફેદ સર્કલ દોરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. જો યોગ્ય તપાસ અને કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત