Video: સુરેન્દ્રનગરના સાયલા-પાળીયાદ હાઈવે પર વહીવટી તંત્રના સપાટા, ગેરકાયદે ખનીજ વહન કરતા ૧૪ ડમ્પરો ઝડપાયા

સોર્સ: gstv

લીંબડી ડેપ્યુટી કલેક્ટર અને સાયલા મામલતદાર દ્વારા સાયલા-પાળીયાદ હાઈવે પર અચાનક સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન રોયલ્ટી પાસમાં દર્શાવેલ મર્યાદા કરતાં વધુ જથ્થામાં ખનીજ ભરીને વહન કરતા ૧૪ ડમ્પરો ઝડપાઈ આવ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા તમામ ડમ્પરોનું વજન કરાવીને સીઝર હુકમ બનાવવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સમગ્ર મુદ્દામાલ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો છે. હાલ આ તમામ ડમ્પરોને સાયલા મામલતદાર કચેરી ખાતે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. અંદાજે અઢી કરોડ રૂપિયાના લાખો-કરોડોના આ તોતિંગ મુદ્દામાલની જપ્તીથી ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ આચરતા માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત