Video: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વડનગરની લીધી ઐતિહાસિક મુલાકાત: શર્મિષ્ઠા તળાવ અને પ્રેરણા સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

આ મુલાકાત દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. લોકસભા અધ્યક્ષે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવની મુલાકાત લીધા બાદ પ્રેરણા સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે મૈત્રીપૂર્ણ સંવાદ સાધીને તેમને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત તેમણે મ્યુઝિક ઓફ મ્યુઝિક બી.એન. હાઇસ્કૂલ વડનગર રેલ્વે સ્ટેશન અને આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમની મુલાકાત લઈને હજારો વર્ષ જૂના પુરાતત્વીય ઇતિહાસ વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી. આ અવસરે સાંસદ હરિ પટેલ, જિલ્લા કલેક્ટર ડૉક્ટર હર્ષિત ગોસાવી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જાહેરાત












