Video: જામનગરના કાલાવાડના નાગપુર ગામમાં લગ્ન નોંધણીનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું: સાડા ત્રણ મહિનામાં ૪૩૦ લગ્ન નોંધાયા

સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ન્યારા ખંભાલા ગામના એક યુવતીના ઘરેથી નીકળી ગયા બાદ નાગપુર ગામમાંથી તેનું લગ્ન પ્રમાણપત્ર મળી આવ્યું હતું. ફરિયાદીએ આરટીઆઈ હેઠળ માહિતી માંગતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ગામમાં ૧૮ થી ૨૨ વર્ષની વયના આશરે ૪૩૦ જેટલા યુવા-યુવતીઓના લગ્ન નોંધવામાં આવ્યા છે. આ ગંભીર ગેરરીતિની વ્યાપક ફરિયાદો ઉઠતા તંત્ર હરકતમાં આવ્યું છે અને નાગપુર ગામના તલાટી મંત્રી જગદીશ ચાવડા પાસેથી ચાર્જ છીનવી લઈ તેમની અન્યત્ર બદલી કરી દેવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડની ઝીણવટભરી તપાસ માટે જિલ્લા કક્ષાની ખાસ કમિટીની રચના કરવામાં આવી છે, અને તપાસ અહેવાલ બાદ કસૂરવારો સામે કડક કાર્યવાહીની ખાતરી અપાઈ છે.
જાહેરાત















