Video: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, જામનગરના આગેવાનો-કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

અમદાવાદમાં સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. જામનગર શહેર અને જિલ્લામાં આમ આદમી પાર્ટીને મજબૂત બનાવનારા અનેક આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. ગત કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નવ જેટલા ઉમેદવારો પણ કોંગ્રેસમાં જોડાયા હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત લોકસભા ચૂંટણી દરમિયાન પ્રભારી તરીકે જવાબદારી નિભાવનારા અને સંગઠનના વિવિધ હોદ્દાઓ પર રહેલા આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાયા છે.
જાહેરાત












