Video: જામનગરના અંબર ચોકડી પાસે મનપા અને પોલીસની સંયુક્ત કાર્યવાહી, તમામ ગેરકાયદે દબાણો દૂર કરાયાં

સોર્સ: gstv

જામનગરના અંબર ચોકડી પાસે જામનગર મહાનગરપાલિકા અને બી ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અગાઉ દબાણ દૂર કરવા ગયેલી એસ્ટેટ વિભાગની ટીમ પર હુમલો થયો હોવાથી આ વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બી ડિવિઝન પોલીસના પી.આઈ. એન.પી. ચૌહાણના સહયોગથી ઓવરબ્રિજ નીચેના વિસ્તારમાં કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન તમામ ગેરકાયદેસર દબાણો અને ન્યુસન્સ દૂર કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના એસ્ટેટ ઓફિસર કમલેશ ગઢવીએ જણાવ્યું હતું કે દબાણકારો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત