Video: વડોદરા VMCની સભા પહેલા યુસુફ પઠાણને પ્લોટ ફાળવણી મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: પાલિકા કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ

VMCની સામાન્ય સભા અગાઉ કોંગ્રેસના કાર્યકરો મેયર ઓફિસ તરફ આગળ વધતા સિક્યુરિટી અને પોલીસ સાથે ભારે ઘર્ષણ અને તંગદિલી સર્જાઈ હતી. મેયર કચેરીનો ગેટ બંધ કરીને કોંગ્રેસી કાર્યકરોને અંદર જતા અટકાવવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિક જોષી સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી. બીજી તરફ હરણી બોટકાંડના મૃતકોના પરિવારજનો પણ ન્યાયની આશા સાથે પાલિકા પહોંચ્યા હતા, પરંતુ તેમને પણ પ્રવેશ ન અપાતા ભારે રોષ ફેલાયો હતો. ભાજપ શાસિત પાલિકા સામે વિરોધ નોંધાવવા પહોંચેલા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે થયેલી ઘર્ષણની આ ઘટનાથી રાજકારણ ગરમાયું છે.
જાહેરાત














