Video: વડોદરાના જાંબુવામાં 12 ફૂટનો મહાકાય મગર દેખાયો, વન વિભાગે રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે છોડ્યો

સોર્સ: gstv

વડોદરાના જાંબુવા વિસ્તારમાં ગોકુલ ડુપ્લેક્સ નજીક 11થી 12 ફૂટનો મહાકાય મગર દેખાતા સ્થાનિકોમાં દોડધામ મચી હતી. રહેણાંક વિસ્તાર નજીક મગર દેખાતાં એક તબક્કે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ અને NGOના સભ્યો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. બિન્દાસ્ત રીતે આંટાફેરા કરતો મહાકાય મગર ભારે જહેમત બાદ પકડાયો હતો. મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યા બાદ સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. મગરના રેસ્ક્યૂ બાદ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત