Video: વડોદરાના સાવલી નગરપાલિકાનો ભાજપનો વહીવટ ફરી વિવાદમાં: નગર કોંગ્રેસે ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે આપ્યું આવેદનપત્ર!

સાવલી નગર કોંગ્રેસ દ્વારા તાલુકા સેવા સદન અને નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને સત્તાવાર રીતે આવેદનપત્ર સુપરત કરાયું હતું. આ આવેદનપત્રમાં પાલિકા તંત્રના કારભાર પર અનેક આક્ષેપો કરી સમગ્ર મામલે ઊંડી અને નિષ્પક્ષ તપાસ કરવાની સાથે જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. વિપક્ષના આ આક્રમક તેવરથી સાવલીના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચકચાર મચી છે, ત્યારે હવે તંત્ર આ મામલે ખરેખર કોઈ તપાસ હાથ ધરે છે કે પછી આ પ્રકરણ માત્ર કાગળ પર જ સીમિત રહી જાય છે, તેના પર સૌની મીટ છે.
જાહેરાત














