Video: અમદાવાદ, સુરત અને વડોદરાના સ્વચ્છતા સર્વેક્ષણ અને સરકારી ખર્ચ સામે ગંભીર આક્ષેપો

સોર્સ: gstv

ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત અને વડોદરા અલગ-અલગ કેટેગરીમાં નંબર વન હોવાનો માત્ર ઢંઢેરો પીટવામાં આવી રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. સર્વે કરનાર એજન્સીઓ પર સવાલ ઉઠાવતા જણાવવામાં આવ્યું છે કે પહેલા કરેલા સર્વેમાં કોણે ભાગ લીધો તેની કોઈ ચકાસણી જ નથી કરાઈ. દોઢસો કરોડની જનતાના સર્વે માટે માત્ર ત્રણ હજાર સર્વેયર રાખીને માત્ર સારી જગ્યાઓનો જ સર્વે કરવામાં આવ્યો છે અને ઓનલાઈન સર્વેનો ડેટા પણ ગુપ્ત રખાયો છે. કચરાના રિસાયકલિંગ અને ભીના-સૂકા કચરા અલગ રાખવાની વાતો માત્ર ધુપ્પલ સાબિત થઈ રહી છે. આ ઉપરાંત જાહેર શૌચાલયોના ફિઝિબલિટી સર્વે માટે 15 હજાર અને મિનિએચર બનાવવા માટે 40 હજાર રૂપિયાનો આડેધડ ખર્ચ કરાયો છે. જનતાના કમાણીના નાણાં જનતાના ઉત્થાન માટે વપરાવા જોઈએ તેવી માગ સાથે હવે વાસ્તવિક જનતાનું સર્વેક્ષણ કરવા માટે QR કોડ લોન્ચ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત