Video: વડોદરાના સાવલી તાલુકાના મેવલી ગામે માઇનોર કેનાલમાં છેલ્લા બે વર્ષથી પાણી ન છોડાતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો

સોર્સ: gstv

ખેડૂતોના આક્ષેપ મુજબ છેલ્લા બે વર્ષથી કેનાલની સફાઈની કામગીરી પણ કરવામાં આવી નથી, જેના કારણે સમગ્ર કેનાલમાં ઠેરઠેર ઝાડી-ઝાંખરાં ઊગી નીકળ્યાં છે અને તેની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. એક તરફ ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે સિંચાઈના પાણીની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. ખેડૂતોએ વહેલી તકે કેનાલની સફાઈ કરાવીને તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત