Video: સુરેન્દ્રનગરમાં સસ્તી હરિદ્વાર ટૂરના નામે ૪૫૦થી વધુ સાથે ઠગાઈ

સુરેન્દ્રનગરથી હરિદ્વાર લઈ જવાની લાલચ આપીને આચરેલી છેતરપિંડીના મામલામાં હવે ચોંકાવનારો ધડાકો થયો છે, જેમાં ૪૫૦થી વધુ લોકો આ ઠગાઈનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. મહેસાણાના ત્રણ શખ્સો લખમણ ઠાકોર, વિક્રમસિંહ પરમાર અને નટવરસિંહ ઝાલાએ ભેગા મળીને પોન્ઝી સ્કીમ બનાવી હતી અને સુરેન્દ્રનગરમાં ઓફિસો પણ શરૂ કરી હતી. માત્ર ૪૨૦૦ રૂપિયામાં ૧૦ દિવસ હરિદ્વાર લઈ જવાની લોભામણી સ્કીમ બતાવી લાખો રૂપિયા પડાવનાર આ આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. જોકે, અગાઉ પોલીસને જાણ કરવા છતાં સમયસર કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ ભોગ બનનાર નાગરિકો દ્વારા કરવામાં આવ્યો છે, જેને પગલે સમગ્ર પ્રકરણમાં પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
જાહેરાત








