Video: બાવળામાં હીટ એન્ડ રન

બાવળા-સરખેજ હાઈવે પર રજોડા ગામ પાસે હીટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. બાવળાથી અંબાજી તરફ જઈ રહેલા પદયાત્રીઓના સંઘને એક અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બે પદયાત્રીઓ ગંભીર રીતે ઘવાયા હતા. તેમને તુરંત બાવળા આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં જ બાવળા પોલીસ સ્થળ પર પહોંચી હતી. અકસ્માત સર્જી ફરાર થયેલા વાહનચાલકને પકડવા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી તપાસ તેજ કરી છે.
જાહેરાત








