Video: લાઇફ ઇન્સ્યોરન્સના નાણાં પરત અપાવવાના બહાને 45 લાખની ઠગાઈ

સોર્સ: gstv

તાપી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસને સાયબર ઠગાઈના કેસમાં મોટી સફળતા મળી છે. લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસીના નાણાં પરત અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ટોળકીના મુખ્ય આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આ ટોળકીએ પોલિસીના નાણાં પરત અપાવવાની લાલચ આપીને એક વ્યક્તિ પાસેથી અંદાજે 45 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ મામલે તપાસ દરમિયાન પોલીસે મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી સુજીત શર્મા નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી સાયબર ઠગાઈના નેટવર્કમાં મુખ્ય ભૂમિકા ભજવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત