Video: અમદાવાદ જીલ્લાના બગોદરા-ધોળકા હાઈવે પર અકસ્માત: કાર અને ટુ-વ્હીલર વચ્ચેની ટક્કરમાં બાઈકચાલકનું કરુણ મોત

પ્રાપ્ત વિગતો મુજબ બાઈકચાલક ધોળકાથી બગોદરા તરફ જઈ રહ્યો હતો, જ્યારે કારચાલક રૂપાલ તરફથી આવી રહ્યો હતો તે દરમિયાન બેગવા ચોકડી પર આ અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ બગોદરાની ઈમરજન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકનો મૃતદેહ કબજે કરી બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. આ ગંભીર અકસ્માતને પગલે પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
જાહેરાત






