Video: જૂનાગઢના માળિયા હાટીનાના શ્રી સ્વામીનારાયણ મંદિરમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન: વિવિધ મિષ્ટાન, ફરસાણ અને ડ્રાયફ્રૂટનો અસંખ્ય ભોગ ધરાવાયો

સનાતન પરંપરા અનુસાર નૂતન વર્ષના પ્રારંભે તમામ ધાર્મિક સ્થળો અને મંદિરોમાં અન્નકૂટ યોજવાની પરંપરા રહી છે. આજરોજ ધોકાના દિવસે માળિયા હાટીનાના સ્વામીનારાયણ મંદિરમાં વાર્ષિક અન્નકૂટનું સુંદર આયોજન કરાયું હતું. ભગવાન સમક્ષ ધરવામાં આવેલા આ સુંદર અને આકર્ષક અન્નકૂટના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો તેમજ ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોએ પવિત્ર ભાવ સાથે દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી, જેનાથી સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય અને ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો.
જાહેરાત








