Video: વડોદરાના મકરપુરા રેલવે સ્ટેશન પર કરંટ લાગતા 18 વર્ષીય યુવકનું મોત

સોર્સ: gstv

વડોદરાના મકરપુરા રેલવે સ્ટેશન પર માલગાડીના કન્ટેનર પર ચઢેલા 18 વર્ષીય યુવક નચિકેતા માંડલને વીજ કરંટ લાગવાની ઘટના સામે આવી છે. ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ યુવક કલાકો સુધી માલગાડીના કન્ટેનર પર ફસાયેલો રહ્યો હતો. યુવક માણેજા ક્રોસિંગ નજીક રહેતો હોવાનું જાણવા મળ્યું છે. યુવક કયા સંજોગોમાં માલગાડીના કન્ટેનર પર ચઢ્યો અને આ ઘટના પાછળનું કારણ શું છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. સોશિયલ મીડિયા માટે રીલ બનાવવાનો પ્રયાસ હતો કે અન્ય કોઈ કારણ, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત