Video: વડોદરાના સિકંદરપુરાની સીમમાં આવેલા ગોડાઉનમાં વિકરાળ આગ, 4થી વધુ ફાયર ફાઇટરો ઘટનાસ્થળે, સદનસીબે જાનહાનિ ટળી

વડોદરાના આજવા રોડ પર આવેલી સિકંદરપુરાની સીમમાં એક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ઘટનાસ્થળે લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ચાર કરતાં વધુ ફાયર ફાઇટરોની મદદથી લાશ્કરોએ સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જોકે, ગોડાઉનમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી અને તંત્ર દ્વારા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
જાહેરાત







