Video: સુરેન્દ્રનગરના દસાડામાં કેનાલમાં પાણી ન આવતાં ખેડૂતોનો અનોખો વિરોધ, જાતે કરી સફાઈ

સોર્સ: gstv

સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં કેનાલમાં પાણી ન આવતાં ખેડૂતોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. પાટડી માઈનોર કેનાલ નંબર-2 પર ખેડૂતોએ રામધૂન બોલાવી તંત્ર સામે પોતાનો બળાપો ઠાલવ્યો હતો. ખેડૂતોના આક્ષેપ મુજબ વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ તેમની સમસ્યા સાંભળતા નથી. રામધૂન બોલાવ્યા બાદ ખેડૂતોએ જાતે જ કેનાલની સફાઈ કરવાની ફરજ પડી હતી. કેનાલમાં પાણી ન પહોંચતાં રવિ પાક નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે. દસાડા તાલુકામાં કેનાલ મારફતે પાણી પહોંચાડવાના તંત્રના દાવા પોકળ સાબિત થઈ રહ્યા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત