Video: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરને પ્લાસ્ટિકમુક્ત અને સ્વચ્છ બનાવવા અનોખી મુહિમ શરૂ કરાઈ.

સોર્સ: gstv

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરને પ્લાસ્ટિકમુક્ત અને ક્લીન સિટી બનાવવા માટે ખાસ મુહિમ શરૂ કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આ અનોખા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. જે અંતર્ગત આજથી શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે 3 હજાર ડસ્ટબિનનું વિતરણ પણ શરૂ કરાયું છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં ધ્રાંગધ્રા શહેર અવ્વલ ક્રમાંક મેળવે તે દિશામાં તંત્ર અને પદાધિકારીઓ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત