Video: સુરેન્દ્રનગરના V2 મોલમાં પાર્કિંગ, સ્વચ્છતા અને લોકોની સુરક્ષાના મુદ્દે કોર્પોરેશનની કાર્યવાહી

સુરેન્દ્રનગરના ઉપાસના સર્કલ નજીક આવેલા V2 મોલ સામે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. મોલના લોકાર્પણના માત્ર પાંચ દિવસમાં જ ડેપ્યુટી કમિશનર સહિતની ટીમે મોલને સીલ મારી દીધા છે. પાર્કિંગની અવ્યવસ્થા, સ્વચ્છતા અને મોલમાં આવતા લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મોલની બહાર વાહનોના કારણે ટ્રાફિકજામ થતો હતો અને રસ્તો પણ બ્લોક થતો હોવાની ફરિયાદો હતી. બીજી તરફ મોલને સીલ કર્યા બાદ શહેરના કેટલાક નામાંકિત લોકોએ સીલ ખોલાવવા માટે પ્રયાસો કર્યા હોવાની ચર્ચા છે. જોકે, મહાનગરપાલિકાએ સીલ યથાવત રાખી મોલના માલિકો સામે કાર્યવાહી શરૂ કરી છે.
જાહેરાત














