Video: સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર એક જ કલાકમાં ત્રણ અલગ-અલગ આત્મહત્યાની ઘટનાથી ચકચાર મચી

સોર્સ: gstv

પ્રાપ્ત માહિતી અનુસાર, વઢવાણ વિસ્તારમાં ૧૫ વર્ષીય સગીરે સુરેન્દ્રનગર શહેરમાં ૩૧ વર્ષીય યુવતીએ અને રામપરા ગામે ૨૬ વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર આત્યંતિક પગલું ભરીને પોતાના જીવનનો અંત આણ્યો છે. માત્ર એક જ કલાકમાં બનેલી આ ત્રણ કરૂણ ઘટનાઓને કારણે મૃતકોના પરિવારજનોમાં ભારે શોક અને આક્રંદ છવાઈ ગયો છે. બનાવની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ તેમજ અન્ય જરૂરી કાર્યવાહી માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે ત્રણેય કેસમાં ગુનો નોંધીને આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા માટે સઘન તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત