Video: ગરવા ગિરનારની ગોદમાં આગામી ૨૦ નવેમ્બરથી પાવન લીલી પરિક્રમાનો પ્રારંભ થયો

ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી પૌરાણિક માન્યતા ધરાવતી આ પરિક્રમા માટે વહીવટી તંત્ર, વન વિભાગ અને પોલીસ દ્વારા સજ્જડ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. રૂટ પર પીવાનું પાણી, આરોગ્ય કેન્દ્રો, બાઈક એમ્બ્યુલન્સ અને એસ.ડી.આર.એફ.ની ટીમો તૈનાત કરાઈ છે. જંગલમાં પાણીની અછત અને આગનું જોખમ હોવાથી તંત્ર દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તથા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા ખાસ અપીલ કરાઈ છે. વહીવટી તંત્ર અને સાધુ-સંતોના સહિયારા પ્રયાસોથી આ મહાકુંભ સમાન પરિક્રમાને સફળ બનાવવા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
જાહેરાત











