Video: મોરબીના હજનાળી ગામના શક્તિ માતાજીના મંદિરમાં 25 લાખની ચોરી

સોર્સ: gstv

મોરબીના હજનાળી ગામમાં આવેલા શક્તિ માતાજીના મંદિરમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ મંદિરને નિશાન બનાવી અંદાજે 25 લાખ રૂપિયાથી વધુની કિંમતના સોના-ચાંદીના આભૂષણોની ચોરી કરી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ તસ્કરોએ ચોરીને અંજામ આપતા પહેલાં મંદિરની વીજલાઇન કાપી નાખી હતી. બીજી તરફ ગામના અન્ય સીસીટીવી કેમેરામાં બે જેટલા અજાણ્યા શખ્સો નજરે પડ્યા છે. ઘટનાની જાણ થતાં મોરબી પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત