Video: સબરીમાલા મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

કેરળના પથનમથિટ્ટા જિલ્લામાં સ્થિત સુપ્રસિદ્ધ સબરીમાલા ભગવાન અયપ્પા મંદિરમાં મલયાલમ મહિના 'વૃશ્ચિકમ'ના પ્રથમ દિવસે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. પવિત્ર મંડલા-મકરવિલક્કુ તીર્થયાત્રાની શરૂઆત થતા જ વહેલી સવારથી જ મંદિર પરિસર 'સ્વામીયે શરણમ અયપ્પા'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા ભક્તોએ પરંપરાગત 'ઇરુમુડીકેટ્ટુ' સાથે પવિત્ર અઢાર પગથિયાં ચઢીને ભગવાન અયપ્પાના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર અને પોલીસ દ્વારા સુરક્ષા, ટ્રાફિક તેમજ પીવાના પાણી અને તબીબી સહાય સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે, જેથી યાત્રાળુઓને કોઈ અગવડતા ન પડે.
જાહેરાત









