Video: સુરેન્દ્રનગર જિલ્લામાં 491 ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ શરુ, વહીવટીતંત્ર દ્વારા નવું રોટેશન જાહેર કરાયું

સોર્સ: gstv

પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 537 ગ્રામ પંચાયતો આવેલી છે, જેમાંથી 44 ગ્રામ પંચાયતોની ચૂંટણી અગાઉ યોજાઈ ચૂકી છે, જ્યારે હવે 491 ગ્રામ પંચાયતો અને 25 ગ્રામ પંચાયતોની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. વર્ષ 2011ની વસ્તી ગણતરીના આધારે અનુસૂચિત જાતિ, આદિજાતિ, ઓબીસી અને સામાન્ય વર્ગ માટે બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. આગામી 27 નવેમ્બરે ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે, ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર તારીખો જાહેર કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત