Video: સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત 40 હેક્ટર જમીનમાં તમાકુના પાકનું નવતર વાવેતર શરૂ કરાયું

સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે અંદાજે અઢી લાખ હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર થાય છે, જેની સામે અત્યાર સુધીમાં ૧૨ ટકા એટલે કે ૨૭ હજાર હેક્ટરમાં વાવેતર પૂર્ણ થયું છે. જેમાં સૌથી વધુ ૧૦ હજાર હેક્ટરમાં ચણા અને ૮ હજાર હેક્ટરમાં જીરાનું મબલખ વાવેતર થયું છે. આ ઉપરાંત ઘઉં, વરિયાળી, ઇસબગુલ, લીલો ચારો અને શાકભાજીનું પણ સફળ વાવેતર કરાયું છે. ખાસ કરીને ધ્રાંગધ્રા વિસ્તારમાં ૪૦ હેક્ટર જમીન પર પહેલીવાર તમાકુનું વાવેતર થયું છે. માર્ચ મહિના સુધી કેનાલોમાં પાણી છોડવાના નર્મદા વિભાગના નિર્ણયથી ખેડૂતોમાં નવી આશા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જાહેરાત






