મિત્રોએ ટ્રેન પર ચઢવાની ના પાડી, છતાં ન માન્યો! 25 હજાર વોલ્ટના કરંટથી 19 વર્ષીય યુવકનું મોત

મિત્રોએ ટ્રેન પર ચઢવાની ના પાડી, છતાં ન માન્યો! 25 હજાર વોલ્ટના કરંટથી 19 વર્ષીય યુવકનું મોત
તસવીર: AI
આ સમાચાર સાંભળો

વડોદરા શહેરના મકરપુરા રેલવે સ્ટેશન પર મિત્રો સાથે ફરવા ગયેલા એક યુવાને ગુડ્સ ઉપર ચઢી હાથ ઉંચો કરતા જ 25 હજાર કે.વી.ના ઓવરહેડ ઈલેક્ટ્રિક કેબલને હાથ અડી જતા યુવકનું સ્થળ ઉપર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે.

19 વર્ષીય નચિકેતનું થયું નિધન

જાહેરાત

પ્રાપ્ત માહિતી મુજબ માણેજા વિસ્તારના શિવાલી લક્ઝરિયા એપાર્ટમેન્ટમા રહેતો 19 વર્ષીય નચિકેત સંજયભાઈ મંડલ કરજત પાસેની કોલેજમાં બી.ઈ.નો અભ્યાસ કરતો હતો. ગઇકાલે નચિકેત તેના ત્રણ મિત્રો સાથે મકરપુરા રેલવે સ્ટેશન ખાતે ફરવા માટે ગયો હતો. જ્યાં નચિકેત ઉભેલી ગુડ્સ ટ્રેન પર ચઢી જતા તેના મિત્રોએ ટ્રેન ૫૨ ચઢવાની ના પાડવા છતાં પણ તે ટ્રેન ઉપર ચઢીને એડવેન્ચર કરવા માટે ગયો હતો.

સ્થળ ઉપર જ કરૃણ મોત નિપજ્યું

દરમિયાન નચિકેતે હાથ ઉંચો કરતા જ ઉપરથી પસાર થતા 25 હજાર કે.વી.ના ઈલેક્ટ્રિક વાયરને હાથ અડી જતા તેને કરેંટનો જોરદાર ઝટકો લાગતા તે ત્યાંજ ફંગોળાઈને પડતા સ્થળ ઉપર જ કરૃણ મોત નિપજ્યું હતું. ઘટના જોઈને ડરી ગયેલા તેના મિત્રોએ સ્ટેશન માસ્તરને જાણ કરતા ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને બોલાવી લીધી હતી. 

બહેને એકનો એક ભાઈ ગુમાવ્યો

લાશ્કરોએ ભારે જહેમત બાદ નચિકેતના મૃતદેહને ટ્રેન પરથી નીચે ઉતાર્યો હતો. રેલવે પોલીસે જણાવ્યું હતું કે, યુવકના પિતા સંજયભાઈ ખાનગી બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. જ્યારે સંતાનમાં તેમને એક પુત્રી અને પુત્ર છે. બહેને એકનો એક ભાઈ ગુમાવ્યો હતો. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવાના, એડવેન્ચર કે સ્ટંટ કરવાના ચક્કરમાં યુવકે જીવ ગુમાવ્યો હોવાની ચર્ચાએ જોર પકડયું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત