Video: સુરતના ગોડાઉનમાં આગ

સુરતમાં ટેક્સટાઇલ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાન અંગેની વિગતો પણ સત્તાવાર રીતે સ્પષ્ટ થઈ નથી.
જાહેરાત








