અમદાવાદ-ગોરખપુર વચ્ચે 18 નવેમ્બરથી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનનો પ્રારંભ, જાણો રૂટ અને ટાઈમટેબલ

અમદાવાદ-ગોરખપુર વચ્ચે 18 નવેમ્બરથી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનનો પ્રારંભ, જાણો રૂટ અને ટાઈમટેબલ
તસવીર: Google
આ સમાચાર સાંભળો

મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને ગોરખપુર વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. 18 નવેમ્બર, 2026ના રોજ અમદાવાદથી શરૂ થનારી આ સાપ્તાહિક ટ્રેન (ટ્રેન નંબર 09439/09440)નું રિઝર્વેશન આવતીકાલે એટલે કે 17 નવેમ્બરના રોજ સવારે 08:00 કલાકથી શરૂ થશે.

ટ્રેનનો સમય અને રૂટની વિગત

જાહેરાત

અમદાવાદથી ગોરખપુર (09439): આ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દર બુધવારે, 18 નવેમ્બર, 2026ના રોજ અમદાવાદથી મધ્યરાત્રિ બાદ 01:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે ગુરુવારે સવારે 06:45 કલાકે ગોરખપુર પહોંચશે.

ગોરખપુરથી અમદાવાદ (09440): વળતી દિશામાં આ ટ્રેન દર ગુરુવારે, 19 નવેમ્બર, 2026ના રોજ ગોરખપુરથી સવારે 10:50 કલાકે ઉપડશે અને બીજા દિવસે શુક્રવારે બપોરે 14:00 કલાકે અમદાવાદ પહોંચશે.

આ સ્ટેશનો પર રોકાશે ટ્રેન

મુસાફરી દરમિયાન આ ટ્રેન બંને દિશામાં આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, ઈદગાહ આગ્રા, ટુંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ, ઐશબાગ, બારાબંકી, ગોંડા અને બસ્તી સ્ટેશનો પર રોકાશે.

કોચ અને બુકિંગ વ્યવસ્થા

મધ્યમ અને સામાન્ય વર્ગના મુસાફરોની સુવિધા માટે આ ટ્રેનમાં સ્લીપર શ્રેણી તેમજ સામાન્ય (જનરલ) શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે. ટ્રેન નંબર 09439 માટેનું રિઝર્વેશન 17 નવેમ્બર, 2026ના રોજ સવારે 08:00 કલાકથી તમામ મુસાફર આરક્ષણ કેન્દ્રો (PRS) તથા IRCTCની વેબસાઇટ પર શરૂ થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત