Video: કચ્છના નાના રણમાં કુદરતી સંપદાની લૂંટ અને ગેરકાયદે ટ્યુબવેલ મામલે એનજીટીના આદેશ છતાં સવાલો

કચ્છના નાના રણ વિસ્તારમાં પેઢીઓથી મીઠું પકવતા ૩૦૦ જેટલા મૂળ અગરિયાઓની સામે ૧૨૦૦થી વધુ ગેરકાયદે ટ્યુબવેલ ધમધમી રહ્યા હોવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. આ અનધિકૃત ટ્યુબવેલ દ્વારા ભૂગર્ભજળનું અતિશય દોહન થવા ઉપરાંત લૂણી નદીના કુદરતી પ્રવાહમાં પણ ગંભીર અવરોધો ઊભા કરવામાં આવી રહ્યા છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા આ મામલે કડક તપાસના આદેશો આપવામાં આવ્યા હોવા છતાં જમીન પર વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. પર્યાવરણ અને અગરિયાઓની આજીવિકા સામે તોળાતા આ મોટા ખતરાને રોકવા માટે જવાબદાર તંત્ર દ્વારા સત્વરે કડક પગલાં લેવામાં આવે તેવી લોકમાગ પ્રબળ બની છે.
જાહેરાત















