Video: રોહન ગુપ્તા મંચ પર, કોંગ્રેસથી આવેલા અન્ય આઠ નેતાઓ સામે બેઠા

ગુજરાત ભાજપના કમલમ ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના કાર્યકરો, નેતાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જોકે, કાર્યક્રમ દરમિયાન મંચ પર જોવા મળેલા દૃશ્યને લઈને રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રોહન ગુપ્તા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રભારી તરુણ ચુઘની સાથે મંચ પર જોવા મળ્યા હતા, જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા આઠ દિગ્ગજ નેતાઓ મંચની સામે ખુરશીઓ પર બેઠેલા જોવા મળ્યા હતા. આ દૃશ્યને પગલે ભાજપના જૂના કાર્યકરો અને નવા આગેવાનોને મળતા સ્થાન અંગે સવાલો ઊઠ્યા છે. ખાસ કરીને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અગાઉ રોહન ગુપ્તા અંગે કરેલી ટિપ્પણીની પણ ફરી ચર્ચા શરૂ થઈ છે. હવે ભાજપના સંગઠનમાં નેતાઓના સન્માન અને સ્થાનને લઈને આંતરિક ચર્ચા તેજ બની છે.
જાહેરાત









