Video: કચ્છના ધોરડોમાં પ્રવાસીઓનો ધસારો, સ્થાનિક કારીગરો અને નાના વેપારીઓને આર્થિક લાભ

સોર્સ: gstv

કચ્છના ધોરડો ખાતે સફેદ રણની મુલાકાતે દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. સહેલાણીઓ સફેદ રણના અલૌકિક સૌંદર્ય સાથે પ્રવાસન સુવિધાઓનો આનંદ માણી રહ્યા છે. પ્રવાસીઓની અવરજવર સરળ બનાવવા સબરસ બસ સ્ટેન્ડથી વૉચ ટાવર સુધી એસ.ટી.ની હૉપ-ઑન, હૉપ-ઑફ બસ સેવા શરૂ કરવામાં આવી છે. આઇકોનિક ટેન્ટ સિટી, ગેટવે ટુ રણ સહિત ધોરડો અને આસપાસના 42 રિસોર્ટ તથા હોમ-સ્ટેમાં રોકાણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રવાસીઓની વધતી સંખ્યાથી સ્થાનિક કારીગરો અને નાના વેપારીઓને આર્થિક લાભ મળી રહ્યો છે, જ્યારે ડીઆરડીએ દ્વારા કચ્છી હસ્તકલાના વેચાણ માટે મહિલાઓ અને કારીગરોને ખાસ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત