Video: કચ્છમાં સફેદ રણમાં વહેલી શરૂ થઈ પ્રવાસન સીઝન

સોર્સ: gstv

કચ્છના ધોરડો ખાતે વિશ્વપ્રસિદ્ધ રણોત્સવ 2026-27નો 1 નવેમ્બરથી વિધિવત પ્રારંભ થયો છે. ક્ષિતિજ સુધી પથરાયેલી સફેદ મીઠાની ચાદર અને કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ઓછા વરસાદના કારણે આ વર્ષે સફેદ રણનો નજારો ઑક્ટોબર મહિનાથી જ ખીલી ઊઠ્યો છે, જેના પગલે પ્રવાસન સીઝન નિર્ધારિત સમય કરતાં એક મહિનો વહેલી શરૂ થઈ છે. દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ધોરડોની મુલાકાતે આવી રહ્યા છે. રણોત્સવના કારણે પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે, સફેદ રણની સુંદરતા અને કચ્છની સંસ્કૃતિનો સંગમ રણોત્સવને વૈશ્વિક પ્રવાસન નકશા પર વિશેષ ઓળખ અપાવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત