Video: દિલ્હીના કરોલ બાગ બજારોમાં ધનતેરસ અને દિવાળી પૂર્વે ખરીદી માટે ભારે ભીડ ઉમટી: તહેવારી માહોલ જામ્યો

દિવાળી અને ધનતેરસના તહેવારને ધ્યાનમાં રાખીને દિલ્હીના કરોલ બાગ બજારમાં ખરીદીનો ભારે માહોલ જોવા મળીયો છે. બજારોમાં ખરીદી માટે લોકોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે દુકાનો અને રસ્તાઓ પર ભારે ભીડ જામી છે. તહેવારોને લઈને વેપારીઓમાં પણ ભારે ઉત્સાહ છે અને ગ્રાહકોની ભારે અવરજવરથી બજારોમાં ધમધમાટ શરૂ થયો છે. કપડાં, ઇલેક્ટ્રોનિક્સ અને ઘરની સજાવટની વસ્તુઓ ખરીદવા માટે લોકો ઉત્સાહપૂર્વક પહોંચી રહ્યા છે.
જાહેરાત







